બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) એ બોલાનના માચ કુંડ વિસ્તારમાં IED વડે એક મોટો વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દ્વારા તેઓએ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં 12 સૈનિકોના મોત થયા
બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) એ બોલાનના માચ કુંડ વિસ્તારમાં IED વડે એક મોટો વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દ્વારા તેઓએ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં 12 સૈનિકોના મોત થયા
પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાન ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ હુમલા પછી ભારતે કડક કાર્યવાહી કરી અને તેના પર ઘણા પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ ગઈકાલે બુધવારે, ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. હવે બલોચે પણ પાકિસ્તાન પર ઊંડો ઘા કર્યો છે. BLA એ પાકિસ્તાની સેનાના વાહન પર IED થી હુમલો કર્યો જેમાં 12 સૈનિકો માર્યા ગયા.
બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) એ બોલાનના માચ કુંડ વિસ્તારમાં IED વડે એક મોટો વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દ્વારા તેઓએ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં 12 સૈનિકોના મોત થયા. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સૈનિકો લશ્કરી કાર્યવાહી માટે જઈ રહ્યા હતા.
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનના કાચી જિલ્લાના માચ વિસ્તારમાં સુરક્ષા દળોના વાહન પર IED થી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મંગળવારે કરવામાં આવ્યો હતો. પરંતુ હુમલાના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
હુમલા બાદ, પાકિસ્તાની સેનાએ કહ્યું કે બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ માચ વિસ્તારમાં વિસ્ફોટકોથી સુરક્ષા દળના વાહનને નિશાન બનાવ્યું. સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં તેના સાત સૈનિકો માર્યા ગયા છે. આતંકવાદીઓને મારવા માટે આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે.
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે તેના સુરક્ષા દળોએ દેશના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ ઘટનાઓમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.જોકે, બલૂચ લિબરેશન આર્મી સતત પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે અને તેને ઘણું નુકસાન પહોંચાડી રહી છે. માર્ચમાં, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મી (BLA) ના સભ્યો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. આમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0