GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.
GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળે પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણાને નષ્ટ કરી મૃતકોની મોતનો બદલો લીધો હતો. જોકે, આ ત્યારબાદથી પાકિસ્તાને ભારતીય સરહદો પર હુમલો શરૂ કરી દેતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ]
ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. એવામાં હવે રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે.
https://x.com/Hasmukhpatelips/status/1921088170923315490
GPSCની પરીક્ષા યથાવત
GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.'નોંધનીય છે કે, GPSC દ્વારા રવિવારે (11 મે) Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
GPSC ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'આ પરીક્ષા રાજ્યના 405 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.' ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહીઓ પેક કર્યા પછી, તેમના હસ્તાક્ષર લેવામાં આવશે અને પેકિંગનું કામ પૂર્ણ થયા પછી જ ઉમેદવારોને જવા દેવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0