મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો થયો છે. નારખેડમાં ચૂંટણી સભા પૂરી કરીને તેઓ કાટોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કાટોલ જલાલખેડા રોડ પર બેલફાટા પાસે તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.