આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની ઓફિસમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા અને કેટલાક અજાણ્યા વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ ડેપ્યુટી સીએમ ઓફિસના અધિકારીઓએ આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટીએ કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના કાર્યાલયમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા અને એક અજાણ્યા વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને સંદેશા પણ મોકલ્યા હતા.
પોલીસ તપાસ શરુ કરી
પોલીસે ધમકી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે હાલમાં એ જાણી શકાયું નથી કે ધમકી આપનાર વ્યક્તિ કોણ હતો અને તેણે ક્યાંથી ફોન કર્યો હતો. ધમકી આપવા પાછળ તેનો હેતુ શું હતો? પોલીસે જણાવ્યું હતું કે વ્યક્તિની ઓળખ કરવા માટે કોલ ડિટેઈલ રેકોર્ડ અને મેસેજ ટ્રેસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવામાં આવશે.
ગયા મહિને નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે રાજ્યની વિધાનસભામાં સોશિયલ મીડિયા એબ્યુઝ પ્રોટેક્શન બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન તેમણે સરકારને ઓનલાઈન હેરાનગતિના મુદ્દાઓ સામે કડક પગલાં લેવાની અપીલ કરી હતી. તેમણે જાહેર વ્યક્તિઓ, ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવીને ઓનલાઈન ઉત્પીડન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક છે. આવી સ્થિતિમાં સરકારે તેની સામે કડક પગલાં ભરવા જોઈએ.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0