પ્રમુખ તરીકે ઇસુબ સુલેમાન ભેંસલીયાની સર્વાનુમતે વરણી કરાઈ
પ્રમુખ તરીકે ઇસુબ સુલેમાન ભેંસલીયાની સર્વાનુમતે વરણી કરાઈ
વેરાવળના જાલેશ્વર બંદર ખાતે બાર ગામ મચ્છીયારા સમાજની એક મીંટીંગ મળી હતી. જેમાં દરેક બંદરના મચ્છીયારા સમાજના પ્રમુખો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં બાર ગામ મચ્છીયારા સમાજના પ્રમુખ તરીકે વેરાવળ જાલેશ્વર બંદરના ઇસુબ સુલેમાન ભેંસલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
વેરાવળ જાલેશ્વર બંદર ખાતે યોજાયેલ આ મીંટીંગમાં દરેક બંદરના હોદેદારો, આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં દ્વારકા બંદરના આલી હાજી, નાના ઉમર, હાસમ જાફર લુચાણી, ઉમર ઇસુબ પટેલીયા, આસીફ ગુ્ફૂર ભેંસલીયા, અયુબ જાકુબ ઢોકી તથા આગેવાનો, માધુપુર બંદરના સુલેમાન હાસમ ઇસબાણી, હાસમ હુસેન લુચાણી, હાજી સુમાર લુચાણી, હાજી હારૂન હાજી પટેલીયા તથા માંગરોળ બંદરના આગેવાનોની ઉપસ્થિતીમાં મીંટીંગ મળી હતી.
જેમાં બાર ગામ સમાજના પ્રમુખ તરીકે વેરાવળ જાલેશ્વર બદરના ઇસુબ સુલેમાન ભેંસલીયાની સર્વાનુમતે વરણી કરતા હાજર આગેવાનોએ હારતોરા કરી આવકાર્યા હતા. આ મીંટીંગને સફળ બનાવવા વેરાવળના મહમદ હુસેન રાઠોડ, ઇમરાનભાઇ માજોઠી (રોક) સહીતનાએ જહેમત લઈ મીંટીંગને સફળ બનાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0