ગોવિંદ હડીયાની પ્રમુખ અને મયુર ગોહિલની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ
ગોવિંદ હડીયાની પ્રમુખ અને મયુર ગોહિલની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ
કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા ટેલીમીડીયા, પોર્ટલ મીડિયા, સોશિયલ મિડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પત્રકારોની સીનીયર પત્રકાર ભરતભાઈ કક્કડના અધ્યક્ષતામાં મળી હતી. જેમાં સર્વાનુમતે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડીયા, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહિલ, મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા, મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ, ખજાનચી તરીકે દિનેશભાઈ કાનાબાર, સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા (પત્રકાર સમય મિરર), સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર તરીકે ધ્રુવભાઈ ચુડાસમા ની વરણી કરવામાં આવી છે.
કેશોદ શહેર તાલુકાના નગરજનોને પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ હોય તો પ્રેસ કલબનો સંપર્ક કરવામાં આવશે. તો તેઓની વેદનાને વાચા આપવામાં આવશે. ઉપરાંત સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજના વિવિધ કાર્યક્રમોને પણ પ્રચાર પ્રસાર કરી લોકોને પ્રેરિત કરવામાં આવશે. કેશોદ પ્રેસ કલબના નવનિયુક્ત સૌ હોદેદારોને શહેરના નગર શ્રેષ્ઠીઓએ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0