ન્યાયતંત્ર દ્વારા ટોચ મર્યાદા મુક્તિ નહીં મળે તો જમીન પર સરકાર કબ્જો મેળવી શકે છે: ચર્ચા
ન્યાયતંત્ર દ્વારા ટોચ મર્યાદા મુક્તિ નહીં મળે તો જમીન પર સરકાર કબ્જો મેળવી શકે છે: ચર્ચા
દિવ-ઉના- દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટએ તેની એકર-૩૨૦-૩૫ ગુઠા જમીન તા.૨૬/૦૮/૧૯૭૬ ના કલેકટર, અમરેલી સમક્ષ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૩ હેઠળ મુક્તિ મળવા અરજી કરેલ હતી. જે અન્વયે નાયબ કલેકટર, રાજુલાએ તેમના નંબર.સીલીંગ-અરજી રજીસ્ટર નંબર.૭/૮૧ થી ચલાવી તા.૧૨/૦૪/૧૯૮૨ ના રોજ અરજદાર ટ્રસ્ટની કલમ-૩ અન્વયેની મુક્તિ માટેની અરજી નામંજુર કરતો હુકમ પસાર કરેલ. આ હુકમ સામે નારાજ થઈ ટસ્ટે સચિવ (જ.સ.) મહેસુલ વિભાગ, ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરેલ. આ અપીલનો નાયબ સચિવ એ ક્રમાંક:ઈસીહેલ/૨૧૮૪/અપીલ/૬૯/છ થી ચલાવી તા.૨૦/૧૦/૨૦૦૯ ના નાયબ કલેકટર, રાજુલાનો તા.૧૨/૦૪/૧૯૮૨ નો હુકમ રદ કરી અરજદાર સંસ્થાને નવેસરથી સાંભળવા માટે તક આપી નવેસરથી નિર્ણય લેવા કેસ નાયબ કલેકટર, વેરાવળને રીમાન્ડ કરતો હુકમ કરેલ હતો.
નાયબ કલેકટર, વેરાવળએ સીલીંગ રીમાન્ડ કેસનં-૧/૦૯-૧૦ થી ચલાવી તા.૩૧/૦૧/૨૦૧૧ ના અરજદાર ટ્રસ્ટની ગુજરાત ખેત જમીન ટોર્ચ મર્યાદા ધારાની જોગવાઈ હેઠળ મુક્તિ મળવાની માંગણી નામંજુર કરતો હુકમ કર્યો હતો.
આ હુકમ સામે અરજદાર ટ્રસ્ટે ફરી સચિવ(જ.સ.) મહેસુલ વિભાગ, ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરેલ અને ફરીથી અપીલ રીમાન્ડ કરી કાયદાની કલમ-૩(ડીડી) હેઠળની કમિટિ નો અભિપ્રાય મેળવી તા.૦૧/૦૪/૧૯૭૬ ની સ્થિતિને ધ્યાને લઈ નિર્ણય લેવા ક્રેસ પુનઃરીમાન્ડ કરવા હુકમ પસાર કરેલ હતો. તે સીલીંગ રીમાન્ડ કેસનં-૧/૧૩-૧૪ નો નાયબ કલેકટર, ઉનાની કોર્ટમાં ચાલી જતાં તા.૦૪/૦૧/૨૦૨૫ ના ચુકાદો આપતાં હુકમ કરેલ કે અરજદાર ટ્રસ્ટની ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ- ૧૯૬૦ ની કલમ-૩(૧-ડીડી) હેઠળ તેમની કુલ એકર-૩૨૦-૩૫ ગુઠા જમીનની ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦ ની જોગવાઈઓમાંથી મુક્તિ આપવા માટેની તા.૨૩/૦૮/૧૯૭૬ ની અરજી નામંજુર કરેલ છે. આ જમીન સદરહું ટસ્ટ પાસેથી પૂર્વ સાંસદ દીનુભાઈ બોધાભાઈ સોલંકી અને તેમના પરીવારે સને-૨૦૦૫ માં ખરીદ કરેલ હતી.
પક્ષકારો આ હુકમથી નારાજ હોય તો ગુજરાત ખેત ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦ની કલમ-૩(૧-ઘ) હેઠળ દિન-૯૦માં સરકાર સમક્ષ અપિલ અરજી કરી શકશે અને સરકાર સમક્ષ તેમજકોર્ટ સમક્ષ જઈ શકે છે તેવું પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયાએ જણાવ્યું હતું. જો કે સરકારના કાયદા હેઠળ સરકાર અથવા ન્યાયતંત્ર દ્વારા ટોચ મર્યાદા મુક્તિ નહીં મળે તો આ જમીન સરકાર ખાલશે કરીને કબ્જો મેળવી શકે છે તેવું આધારભૂત સૂત્રોમાં ચર્ચા ઉઠી છે. આ હુકમ સમયે નાયબ કલેકટર, રાજુલાએ મુખ્યત્વે એવું અવલોકનો નોંધેલા છે કે, સંસ્થા તરફથી આ જમીનનો ઉપયોગ ઢોર ચરાવવા માટે કરવામાં આવનો નથી પરંતુ તેમાં બીજા અનાજનું વાવેતર કરવામાં આવે છે આમ વર્ષોથી વારંવાર રીમાઈનડ થતા આ ચકચારી જમીનના કેસમા ફરી વખત ટોચ મર્યાદા મુક્તિ નહી અપાતા દીવ, ઉના, દેલવાડા પાંજરાપોળ ટ્રસ્ટની પીછે હટ થઈ છે!
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0