છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મનોજ તિવારી, મહેબૂબા મુફ્તી અને કન્હૈયા કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.