થોડા સમય પહેલા યુ ટ્યુબ ચેનલના ડીરેકટરની થઇ હતી ધરપકડ, પત્રકાર અને તેની પત્ની હજુ ફરાર
થોડા સમય પહેલા યુ ટ્યુબ ચેનલના ડીરેકટરની થઇ હતી ધરપકડ, પત્રકાર અને તેની પત્ની હજુ ફરાર
ઊના શહેરની નામાંકિત ગાયનેક હોસ્પિટલના મહિલા તબીબનો આજ થી છ સાત મહિના પહેલા કંસારી રોડ પર આવેલાં એક અવાવરું વાડીના શેઢે ઉતારેલા અંગત બિભત્સ વિડિયો વાયા મીડીયા એક બીજાને આપ લે કરીને બ્લેક મેલ કરતા યુ ટ્યુબ ચેનલના પત્રકાર સુધી પહોંચાડનાર ત્રણ શખસોને તોડબાજ પત્રકાર સામે નોંધાયેલી ફરીયાદના ગુન્હાના કાવતરા હેઠળ એસોજી પોલીસે અટકાયત કરીને ઊના પોલીસને સોંપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા તબીબ ને ધમકાવી દબાવી તેની પત્નિ કાવ્યાએ તબીબના ગાલે ફડાકા મારી નાસી છુટેલા તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરાની તપાસ પોલીસ કરતી હોય તે દરમ્યાન ઉના પોલીસ એસઓજી પોલીસની ટીમો દ્વારા મણીરાજ ચાંદોરાના આસરપ સ્થાને તથા મિત્રો સંબંધીની તપાસ કરતા મહમદ હુશેન ઉર્ફે મમલી રફીકભાઇ સોરઠીયા રહે. નાલીયા માંડવી વાળાને પુછપરછ કરતા તેની પુછપરછમાં તેના મિત્ર અલ્તમસ રફીકભાઇ કુરેશી ઉના સાહિલભાઇ મન્સુરભાઇ મન્સુરીએ મહીલા તબિબ તથા પુરુષના અંગત પરના વિડીયો ખાનગીમાં ઉતારેલ અને તે વિડીયો તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરાને આપી મણીરાજ ચાંદોરા અને તેની પત્નિ કાવ્યાએ નામાંકિત તબીબ મહીલા પાસે પૈસા પડાવવા ધમકી આપી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. આ ગુન્હામાં ત્રણ આરોપીઓની ધોરણસર અટક કરેલ છે. જો કે, મુખ્ય સુત્રધાર તોડબાજ પત્રકાર અને તેની પત્નિ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે.
ગત ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના એક નામાંકિત મહિલા તબીબનો અંગત ખાનગી ગાડીમાં બિભત્સ હરકત કરતો ચોરી છુપીથી ઉતારેલ વિડિયો તોડ બાજ પત્રકાર મણિરાજ ચાદોરા અને તેની પત્નિ કાવ્યા દ્વારા મહિલા તબીબને તેની હોસ્પિટલમાં જઈને બતાવી સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી ડરાવી ધમકાવીને યુ ટ્યુબ ચેનલના ડીરેકટર સાથે સેટલમેન્ટ કરવા પૈસાની માંગણી કરી તોડબાજ પત્રકારની પત્નિ કાવ્યાબેને મહિલા તબીબના ગાલે ઝાપટો મારી હતી. ત્યાર બાદ બિભત્સ વિડિયો યુ ટ્યુબ ચેનલ ઉપર ચલાવી સોશિયલ મિડીયા પર વાયરલ કરતાં મહિલા તબીબે પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.
ઊના અને આજુબાજુના વિસ્તારમાં પત્રકાર તરીકે વિવિધ યુ ટ્યુબ ચેનલ નામે લોકોને તેમજ કર્મચારી ખાનગી સંસ્થાને ડરાવી ધમકાવીને તોડ કરતા પત્રકાર મણિલાલ ચાદોરા સામે ઉના દીવ પોલીસમાં અનેક વખત જુદા-જુદા પ્રકારનાના ગુન્હા નોંધાયા છે તે હજુ પોલીસ પહોંચની બહાર છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0