સોમનાથ એકેડમી પ્રમુખે તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી
સોમનાથ એકેડમી પ્રમુખે તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી
ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર-૧૪ અને અંડર-૧૭ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા ગત તા.૩૧ ની સરખડી મુકામે યોજાય હતી. જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની ભાઈઓની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમા સોમનાથ એકેડેમીની અંડર-૧૪ અને અંડર-૧૭ તથા ઓપન એજ ત્રણેય ગ્રૂપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને આગમી સમયમાં રાજ્ય કક્ષા ખાતે રમવા જશે.
તમામ વિજેતા ખેલાડીઓને શાળા પરિવાર વતી સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસન સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, વોલીબોલ કોચ ગીતાબેન વાળા, DLSS મેનેજર રણજીત દાહીંમા, સ્પોસ્ટ ડાયરેક્ટર સંજય સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલ સોલંકી તેમજ અને સોમનાથ શાળા પરિવાર વતી આ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવેલ હતી અને આવનારા સમયમાં હજુ પણ વધુમાં વધુ સારું પરિણામ રાજ્ય લેવલે તેમજ નેશનલ લેવલે પરિણામ મેળવીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0