બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું અને તેના બીજા જ દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
મળતી માહિતી અનુસાર બીજેપી અને આરજેડીના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા અને બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે. સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક પક્ષે બીજા પક્ષના વ્યક્તિને ગોળી મારી હતી. ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં એક બૂથ પર પહોંચી ત્યારે વિવાદ થયો હતો. એવામાં આજે સારણમાં ગોળીબાર થયો છે.
સોમવારે મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય પણ છપરાના ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન હોબાળો પણ થયો હતો. ઘટના બાદ સારણના એસપીએ કહ્યું કે, "RJD અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. આજે કેટલાક લોકોએ તેને લઈને ગોળીબાર કર્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીં ઇન્ટરનેટ પણ બે દિવસ બંધ કરવામાં આવ્યું છે."
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0