મોટી પાનેલી સીદસર રોડ પરથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી પાડતા મામલતદાર અને ભાયાવદર પી.આઈ., 50.50 લાખનો મુદ્દામાલ જપ્ત
મોટી પાનેલી સીદસર રોડ પરથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી પાડતા મામલતદાર અને ભાયાવદર પી.આઈ., 50.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ઉપલેટા મામલતદાર અને ભાયાવદર પી.આઈ. દ્વારા ગેરકાયદે ખનીજના ખનન પર રેડ પાડતા ખનીજ માફિયાઓમાં કડકડતી ઠંડીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. હરિયાસણ ગામ પાસેથી બે રેતી ભરેલ ડમ્પર અને એક હિટાચી સહિત ૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉપલેટામાં ગેરકાયદે ખનીજ ચોરી સામાન્ય બનતી જઈ રહી છે. કારણ કે, ઉપલેટા પંથકમાંથી અવારનવાર ખનીજ ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ખનીજ ચોરી પર ઉપલેટા મામલતદાર અને ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ સાથે મળી ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા હરિયાસણ ગામે મોટી પાનેલી સીદસર રોડ પરથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે, જેમાં આ રેડ દરમિયાન બે રેતી ભરેલા ડમ્પર તેમજ એક હિટાચી મશીન સહિત ૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ભાયાવદર પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારાઓને તંત્ર દ્વારા ગરમી ચડાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં ૩૦ મીએ રાત્રે આકસ્મિક તપાસણી દરમિયાન બે રેતી ભરેલા ડમ્પર તેમજ એક હિટાચી મશીનને રેડ દરમિયાન ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં ઝડપાયેલા મુદ્દા માલની કિંમત ૫૦,૫૦,૦૦૦ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ઝડપાયેલા આ મુદ્દામાલને સીઝ કરીને ભાયાવદર પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને મામલતદાર કચેરી સ્ટાફ તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. દર્શક મજીઠીયા અને ભાયાવદર પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0