ગંગેશ્વર દીવ અને જે કે ઉના ટીમ વચ્ચે રસાકસીથી ફાઇનલ રમાઈ, વિજેતા ગંગેશ્વર ટીમને ટ્રોફી અર્પણ કરાઈ
ગંગેશ્વર દીવ અને જે કે ઉના ટીમ વચ્ચે રસાકસીથી ફાઇનલ રમાઈ, વિજેતા ગંગેશ્વર ટીમને ટ્રોફી અર્પણ કરાઈ
ઊના ખાતે હિન્દુ મુસ્લિમ એકતા કપ તા. 28-29 ડીસેમ્બર બે દિવસ રમાયો હતો. આ ક્રિકેટ મેચનુ ભવ્ય સફળતાપૂર્વકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય શ્રેય ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના ફાળે રહ્યો હતો.
ધારાસભ્યના માર્ગ દર્શન હેઠળ જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાભી મુસ્લિમ સમાજના અગ્રણી દાદા બાપુ શેખ નગરપાલિકા કાઉન્સિલ અને મુખ્ય સ્પોન્સર પ્રિન્સ વિજયભાઈ જોશી, નટરાજ હોસ્પિટલ, દીપકભાઈ બાંભણિયા મહાકાળ ગ્રુપ, દીપકભાઈ મોઢેશ્વરી મોટર્સ અને અબ્બાસ સુમરાણી સહીત વડીલ આગેવાનોના સાથ-સહકારથી હિન્દુ મુસ્લિમ એકતા કપ ટુર્નામેન્ટનુ સફળતાપૂર્વક આયોજન કરેલ અને ફાઈનલ મેચ પૂર્ણ કોમી એકતા ભાઈચારાની ભાવના સાથે રમાઈ હતી.
મોર્નિંગ ગૃપની આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અનમોલ, ગંગેશ્વર, ડોક્ટર, વડાલા, સિધ્ધેશ્વર, ડોગઝોન, જય માં સિહોરી, જે કે. ટીમોના ગૃપ વચ્ચે રોમાંચક ક્રિકેટ રમાઈ હતી. અંતે ગંગેશ્વર દીવ અને જે કે ઉના ટીમ વચ્ચે ભારે રસાકસીમાં ફાઇનલ મેચ રમાઈ અને ગંગેશ્વર ટીમ વિજેતા થઇ હતી. આ તકે, ઉના તાલુકાના ધારાસભ્ય કાળુ રાઠોડ, મુસ્લિમ સમાજના અગ્રણી દાદાબાપુના હસ્તે વિજેતા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0