મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે થયેલી ભીડ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો