મણિપુરમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિવાદમાં માર્યા ગયેલા લોકોમાં મણિપુર રાઈફલ્સનો એક જવાન પણ સામેલ
મણિપુરમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિવાદમાં માર્યા ગયેલા લોકોમાં મણિપુર રાઈફલ્સનો એક જવાન પણ સામેલ
મણિપુરમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિવાદમાં માર્યા ગયેલા લોકોમાં મણિપુર રાઈફલ્સનો એક જવાન પણ સામેલ છે. તે ફરજ પર હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં પ્રતિબંધક આદેશ (કલમ 163) લાગુ કરવામાં આવ્યો છે. શહેરમાં એક દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉખરૂલ શહેરમાં જમીનના પ્લોટની સફાઈ કરવાની હતી. આ બાબતે બુધવારે બે જૂથ સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ફરજ પરના મણિપુર રાઈફલ્સના જવાન સહિત 3 લોકોના મોત થયા હતા.તેઓ જુદા જુદા ગામના રહેવાસી છે.
તેમણે કહ્યું કે બંને પક્ષો દાવો કરે છે કે જમીન તેમની છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લામાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખ વારિન્મી થુમરા, સિલાસ જિંગખાઈ અને રિલીવુંગ હોંગરે તરીકે થઈ છે. થુમરા મણિપુર રાઈફલ્સના સૈનિક હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.
ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ
તેમણે જણાવ્યું કે આ વિવાદમાં ઘાયલ થયેલા બે લોકો ઈમ્ફાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ત્રણ લોકોને ઉખરુલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમજ આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે અપીલ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે.
બીજી તરફ, મણિપુર પોલીસે બુધવારે પહાડી અને ખીણ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાહનોની સલામત અવરજવર માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કાફલો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. મણિપુરના અલગ-અલગ જિલ્લામાં 110 ચેકપોઇન્ટ બનાવવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0