સાત નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા
સાત નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ઉનાના અંજાર ગામે સમસ્ત કોળી સમાજ આયોજીત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમા સાત નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
વસંત પંચમીના પાવન દિવસે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમા નવદંપતીને આશીર્વાદ આપવા કોળી સમાજના આગેવાન, રામભાઈ ડાભી, લખમણભાઈ ડાભી, રાજાભાઈ બાંભણીયા, અશ્વિનભાઇ બાંભણીયા તેમજ કમિટી મેમ્બર તેમજ મહેમાનો ગુપ્ત પ્રયાગ મહાકાળી આશ્રમના મહંત હનુમાન દાસ બાપુ, દેલવાડા ગામના કોળી જ્ઞાતિના આગેવાન વી.ડી., શિક્ષક દેગણભાઈ મજીઠીયા, કોળી જ્ઞાતિનાના આગેવાન હિંમતભાઈ બાંભણિયા તથા કાનજીભાઈ બાંભણિયા, માંધાતા સંગઠન આગેવાન ચંદુ બાંભણીયા, કોળી સેના પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા, હિન્દુ યુવા સગઠન પ્રમુખ મહેશભાઈ ઉના પી.આઇ રાણા તેમજ રામસિંગ ડાભી સહિતના વિશાળ સમાજના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યુગલને શ્રીમદ્દ ભાગવત પુસ્તક આપી નવ દંપતીને દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0