રામજી મંદિરના જીર્ણોધ્ધારને એક વર્ષ પુરુ થતા ભુરાબાવાના ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ, મહાલક્ષ્મી મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા
રામજી મંદિરના જીર્ણોધ્ધારને એક વર્ષ પુરુ થતા ભુરાબાવાના ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ, મહાલક્ષ્મી મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા
ગોંડલના ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાના ચોરાને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. સાથે જ આ ચોકનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ હતુ. ઉમટી પડેલા હજારો લોકોએ મહાઆરતીનો લ્હાવો લીધો હતો. આ સમયે ફરી એક ઇતિહાસ જીવંત થયાના દ્રશ્યો સર્જાયા હતા.
રાજાશાહી સમયના ઇતિહાસને સંઘરી બેઠેલા ભુરાબાવાના ચોરાનો જીર્ણોધ્ધાર કરવાનુ વિચાર બીજ ભાજપ મોવડી અને નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ રોપ્યા બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ દાતા તરીકે સરાહનીય ભુમીકા અદા કરતા એક વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસેજ જીર્ણોધ્ધાર કરાયેલા ભુરાબાવાના ચોરાને ફરી ધબકતો કરી રામદરબારની આરતીનો ઘંટારવ ગુંજતો કરાયો હતો. અશોકભાઈ પીપળીયાએ પોતાના સચ્યુત વિચારને જીવંત કરવા શહેરની વિવિધ સંસ્થાઓ, મંડળોને સાથે રાખી જીર્ણોધ્ધાર માટે જહેમત ઉઠાવી હતી. જેના પરીણામ સ્વરુપ દોઢ સદી જુનો ભુરાબાવાનો ચોરો દૈદિપ્યમાન બની ઇતિહાસની ગવાહી આપતો ઉભો છે.
ધારાસભ્ય ગીતાબા જાડેજા, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપરાંત ગોંડલ રાજવી હિમાંશુસિહજી સહીત આગેવાનો દ્વારા મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ એકવર્ષ પહેલા જયરાજસિહ જાડેજાએ આ ચોકને અયોધ્યા ચોકનું નામ અપાશે તેવુ આપેલુ વચન પુર્ણ કરી નામકરણ કર્યુ હતુ. જયરાજસિહ જાડેજાએ સંકલ્પ જાહેર કર્યો હતો કે શહેરના નાની બજાર વચલી શેરીમાં આવેલા ૪૦૦ વર્ષ પુરાણા મહાલક્ષ્મી મંદિરનો પણ જીર્ણોધ્ધાર થશે. ટીમ અશોક આ કાર્યને પણ સફળતા પુર્વક પાર પાડે તેમ જણાવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0