અર્ધો કર્મચારી સ્ટાફ ફિલ્ડમા જવાનુ કહી ઘરે આરામ કરવા જતા હોવાનો આક્ષેપ, કચેરીના અધિકારી લાજવાના બદલે ગાજ્યા
અર્ધો કર્મચારી સ્ટાફ ફિલ્ડમા જવાનુ કહી ઘરે આરામ કરવા જતા હોવાનો આક્ષેપ, કચેરીના અધિકારી લાજવાના બદલે ગાજ્યા
ગીરગઢડા તાલુકાના ધોકડવા સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના અધિકારી પોતાની કામગીરીની નિષ્ફળતાને ઢાંકવા સરપંચોને દબાવવા પ્રયાસ કરતા હોય અને રજુઆત કરવા આવતા ગ્રાહકો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહીં કરતાં ધોકડવા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને અર્ધી કલાક સુધી જમીન પર બેસીને રજુઆત કરવી પડી હોય તેવો ઘાટ સર્જાયો છે.
ધોકડવાની સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરી હેઠળના ગ્રામિણ વિસ્તારોમાં અવારનવાર વિજ પુરવઠો ખોરવાતો હોય તે બાબતે તાજેતરમાં બેડીયા ગામના સરપંચે કચેરીમાં રજુઆત કરવા આવતા તેની સામે પીજીવીસીએલના અધિકારીએ પોલીસમાં લેખિતમાં ફરીયાદ નોંધાવી ઘટનાને દબાવવા પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ફરી એ જ કચેરીના અધિકારી હાજર નહીં રહેતા હોવાનું સામે આવ્યું છે.
ધોકડવા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને પૂર્વ સરપંચ પ્રતિનિધિ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન એભલભાઈ બાંભણીયા કોઈ કારણોસર કચેરીમાં જતાં બેસવાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી અડધો કલાક સુધી જમીન પર બેસી રજુઆત કરતાં રહ્યાં હતા એમ છતાં તેને બેસવા માટે ખુરશીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
આ બાબતે પૂર્વ કારોબારી સમિતી ચેરમેને અમરેલી, ભાવનગર, રાજકોટના પીજીવીસીએલ કંપનીના એમડી સુધી ધોકડવા પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ફિલ્ડમાં જવાના બદલે ઘરે જઈને સૂઈ જતા હોવાના આક્ષેપ સાથે રજુઆત કરી હતી. આ ઊપરાંત અધિકારી પોતાની ચેમ્બરમાં હોવા છતાં ગ્રાહકની તકલીફો રજુઆત સાંભળવા પણ બહાર આવતાં નહીં હોવાનું જણાવી હું, આલીયો, માલીયો, કે જમાલીયો નથી તેવો પ્રશ્ન કરીને તેમની સાથે આવો વ્યવહાર કરાય છે. તો ગ્રાહકો અને નાના અરજદારો સાથે કેવું વર્તન આ કચેરીમાં થતું હશે? ત્યારે ધોકડવા પીજીવીસીએલ કચેરીમાં ગ્રાહક સાથે કરાતી જોહુકમી સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.
ધોકડવા પીજીવીસીએલ કચેરીમાં ચાલતી લાલિયાવાડી અને કાયમી ફિલ્ડ અને અન્ય કામકાજ કરતા હોવાનું બહાનું આગળ ધરી રહેલાં અધિકારી ઓફીસમાં અનિયમિત આવતા હોવાથી ગ્રાહકો હેરાનગતિ અનુભવતાં હોય તે બાબતે કચેરીમાં નિયમિતપણે સક્રિય થવાનાં બદલે મીડીયા અમારી પ્રતિષ્ઠાને ખરડે છે તેવું આવેદનપત્ર આપવા ગયેલા અધિકારી કર્મી ચાલુ ઓફીસે કોની મંજુરી લઈ ધોકડવા થી ગીરગઢડા ગયાં હતાં? આવેદનપત્ર પત્ર આપવા પીજીવીસીએલ કંપનીનુ વાહન કોની મંજુરીથી ઊપયોગ કર્યો હતો? તે તપાસનો વિષય બન્યો છે. જો કે, ઊના મુખ્ય કાર્યપાલક ઇજનેરે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, આ બાબતે અમને ધોકડવા પીજીવીસીએલ કચેરી દ્વારા કોઈ જાણકારી આપી નથી કે કોઈ પત્ર આવ્યો નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0