મૃતકોમાં 23 કેરળ અને 3 યુપીના રહેવાસી
મૃતકોમાં 23 કેરળ અને 3 યુપીના રહેવાસી
ભારતીય વાયુસેનાનું વિમાન કેરળના કોચી એરપોર્ટ ખાતે લેન્ડ થયું. જ્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનો સુધી મોકલવામાં આવશે. ગત 12 જૂનનો દિવસ એ કુવૈત માટે ખુબજ ખૌફનાક સાબિત થયો હતો. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી પ્રકોપિ આગને પગલે 49 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 50થી વધુ લોકો ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
48 મૃતદેહોની ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય વાયુસેનાનું એક ખાસ વિમાન કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું. જે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ કરાયું હતું, કારણ કે તેમાં સૌથી વધુ 23 જેટલા મૃતકો કેરળના હતા.
કુવૈત ખાતે બનેલ અગ્નિકાંડના અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચ્યા હતા. અને તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી હતી. કીર્તિવર્ધન સિંહ જે વિમાનમાં પરત ફર્યા છે તેજ વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા. એરપોર્ટ પર ભારતીયોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનોને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી. શબને ઓળખવા માટે શબપેટી પર મૃત્યુ પામેલા વ્યક્તિનો ફોટો મૂકવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0