વધુ આગ પ્રસરતા નજીકના ગોડાઉનોને પણ અસર
વધુ આગ પ્રસરતા નજીકના ગોડાઉનોને પણ અસર
અમદાવાદ શહેરમાં આવેલ દાણીલીમડા વિસ્તારમાં પટેલ મેદાનમાં આવેલા કાપડના ગોડાઉનમાં અતિ ભીષણ આગનો બનાવ. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પતરાના શેડના બનેલા ગોડાઉનમાં આગ વધુ પ્રસરી. જેની સાથે આસપાસના ગોડાઉનમાં આગ પહોંચી હોવાની માહિતી મળી છે. ફાયરના જવાનો દ્વારા હાલ આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બનાવને પગલે તાત્કાલિક ધોરણે પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળની નજીકમાંજ રહેણાંક વિસ્તાર આવેલો છે. જેથી આગને જલ્દીથી કાબુમાં લાવવી એ ફાયર જવાનોની અગ્નિ પરીક્ષા રહેશે. એ પહેલા અગાઉ પર આજ રીતે 21 દિવસ પહેલા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના ઘટી હતી. જે સમયે ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
સમગ્ર ઘટના સમયે આગ માંથી નીકળતા ધુમાડાના રૌદ્ર સ્વરૂપને જોતાંની સાથે જ લોકોમાં દોડધામ મચી હતી. તેમજ લોકોમાં મોટો ભઈનો માહોલ ફેલાયો હતો. હાલ થોડા દિવસોથી વિવિધ શહેરો માંથી આગ લાગવાની ઘટનાઓના ખુબજ વધી રહી છે. વિવિધ શહેરોમાં માંથી આગની ઘટનાના એવા સમાચારો જોવા મળી રહ્યા છે. જાણે આગનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યો હોઈ. પરંતુ હેવ જોવું એ રહ્યું કે આ મુદ્દે તંત્ર તરફથી કેવા પ્રકારના પગલાંઓ લેવામાં આવશે કે જે તેઓને આવી ઘટનાઓ ન બને તે સમયે લેવાના હોઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0