મકાનમાલિકે ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાના ૨ માં બાદ પણ પોલીસ નિંદ્રાધીન
મકાનમાલિકે ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાના ૨ માં બાદ પણ પોલીસ નિંદ્રાધીન
કેશોદના આંબાવાડી અદાણીપરા વિસ્તારમાં ગીરીરાજ નગર-૧માં રહેતા ભરતભાઈ હરગોવિંદ ભાઈ સેજપાલની માલિકીનું મકાન જીતુ અભાણીને ભાડેથી આપેલ હોય મકાનમાલિકને મકાનની જરૂરિયાત ઉભી થતાં ખાલી કરવાનું કહેતાં ધાકધમકી આપતાં અને છેલ્લાં બે માસથી ભાડું ચુકવવાનું બંધ કર્યું હતું અને લાઈટ બીલ પણ ભરતાં નથી. તેમજ ખોટાં આક્ષેપ કરી રૂ. ૧૯૫૦૦ ની પઠાણી ઉઘરાણી કરી મકાનમાલિકને ધાકધમકી આપે છે, કેફી પીણું પીવાનો શોખીન હોય આસપાસના રહીશોને પણ હેરાન પરેશાન કરે છે
ત્યારે મકાનમાલિક ભરત હરગોવિંદભાઈ સેજપાલે કેશોદ પોલીસ સ્ટેશનમાં જીતુ અભાણી પાસેથી મકાનનો કબજો અપાવવા ગત તા.૯ ડિસેમ્બરના રોજ લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ ટમન્ટરને જાણે કે અન્ય વહીવટી કાર્યોના દબાણ હેઠળ અન્ય કેસ માટે સમય ન હોય તેમ ૨ માસ જેટલો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે ભાડુઆત દ્વારા કેફી પીણું પી શારીરિક નુકસાન કરવામાં આવશે તો તેના માટે જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન હાલ તે વિસ્તારના રહીશોમાં ઉઠી રહ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0