વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર ખાતે તા.૦૨ થી તા.૦૬ સુધી સંકાય વિકાસ કાર્યક્રમનું આયોજન થયેલ છે
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર ખાતે તા.૦૨ થી તા.૦૬ સુધી સંકાય વિકાસ કાર્યક્રમનું આયોજન થયેલ છે
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર ખાતે તા.૦૨ થી તા.૦૬ સુધી સંકાય વિકાસ કાર્યક્રમનું આયોજન થયેલ છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના આર્થિક સહયોગથી તેમજ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિજીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરના અધિકારી દેવદત્ત પંડ્યાજીએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્કૃત માટે યોગદાન આપવા જણવ્યું હતું તો વિશ્વવિદ્યાલયના કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલજીએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં સંસ્કૃતના મહત્વ સાથે કાર્યક્રમની મહત્તાને વર્ણવી હતી. કાર્યક્રમના અંતે ડો. ડી. એમ. મોકરિયાજીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ઉદ્ધાટનસત્રનું સંચાલન ડો. જીગરભાઈ ભટ્ટજીએ કર્યું હતું. આ પંચદિવસીય કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓમાંથી 52 જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0