ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અનેક રજૂઆતો બાદ પણ પગલાં ન ભરતા પાતા અને ભડ ગામના સરપંચ સામે જીલ્લા વિકાસ અધિકારીની લાલ આંખ
ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અનેક રજૂઆતો બાદ પણ પગલાં ન ભરતા પાતા અને ભડ ગામના સરપંચ સામે જીલ્લા વિકાસ અધિકારીની લાલ આંખ
પોરબંદર જિલ્લાના બે સરપંચ ગૌચર અને ગામતળનું જમીન દબાણ દુર કરવામા નિષ્ફળ રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જીલ્લા વિકાસ અધિકારી દ્રારા આકારા પગલા લીધા છે. બે સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે અને આ વિષય પર ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લાના પાતા ગામના સરપંચ ગાંગા માલદે પરમાર અને ભડ ગામના મહિલા સરપંચ સાકરબેન મોકરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગામનું ગૌચર અને ગામતળનુ જમીન દબાણ દૂર નહીં કરતા જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠકકરે તેમની સામે લાલ આંખ કરી સસ્પેન્ડ કરી દીધા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીન પર મોટું દબાણ કરવામાં આવ્યું છે. જેને લઇ અનેક વખત ફરીયાદો પણ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક ગામડામાં જમીની દબાણ દૂર કરવામાં આવતું નથી. પોરબંદર જિલ્લાના પાતા અને ભડ ગામમાં ગૌચર જમીન દબાણ કરવા સરપંચ નિષ્ફળ રહેતા જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠકકરે આકરા પગલા લીધા છે. જેને પગલે ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લાના 19 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે. તો બીજી તરફ હાલ કાર્યરત બે ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગામની હદમાં રહેલું દબાણ દૂર કરવાની જવાબદારી સરપંચની હોય તે પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહેતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0