બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં સાથે જોવા મળી રહ્યા છે અને જેનાથી દર્શકો પણ ઘણા ખુશ છે. બોલીવુડ અને સાઉથનું આ ફ્યુઝન દર્શકો માટે ઘણું રોમાંચક રહેતું હોય
બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં સાથે જોવા મળી રહ્યા છે અને જેનાથી દર્શકો પણ ઘણા ખુશ છે. બોલીવુડ અને સાઉથનું આ ફ્યુઝન દર્શકો માટે ઘણું રોમાંચક રહેતું હોય
બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં સાથે જોવા મળી રહ્યા છે અને જેનાથી દર્શકો પણ ઘણા ખુશ છે. બોલીવુડ અને સાઉથનું આ ફ્યુઝન દર્શકો માટે ઘણું રોમાંચક રહેતું હોય છે. ત્યારે વધુ એક આવી જ ફિલ્મ દર્શકો માટે આવી રહી છે.
સૈફ અલી ખાન, જુનિયર એનટીઆર અને જ્હાનવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેને દર્શકો એ પણ ઘણું જ વખાણ્યું છે. 'દેવરા' માં વિલનનો રોલ ભજવી રહેલા સૈફે તેની ખતરનાક એક્ટિંગથી ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે.
જ્હાન્વી કપૂર, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘દેવરા’ માટે ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારે ટ્રેલરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મ રિલીઝની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર રિસ્પોન્સ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર એકસાથે જોવા મળ્યા હતા.
મુંબઈની એક ઇવેન્ટમાં ‘દેવરા’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી હતી. સ્ટાર્સે એકસાથે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર સાથે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેત્રી રવિના ટંડનના પતિ અનિલ થડાનીએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0