વેરાવળ વાસીઓના નસીબમાં સારા રસ્તા પર ચાલવાનું હોય જ નહિ તેવો તાલ જોવા મળ્યો છે. શહેરમાં ગેસની લાઈન નાંખવાની કામગીરી ચાલતી હોવાથી અનેક મુખ્ય અને શેરીના રસ્તા બિસ્માર બન્યા છે.
વેરાવળ વાસીઓના નસીબમાં સારા રસ્તા પર ચાલવાનું હોય જ નહિ તેવો તાલ જોવા મળ્યો છે. શહેરમાં ગેસની લાઈન નાંખવાની કામગીરી ચાલતી હોવાથી અનેક મુખ્ય અને શેરીના રસ્તા બિસ્માર બન્યા છે.
વેરાવળ વાસીઓના નસીબમાં સારા રસ્તા પર ચાલવાનું હોય જ નહિ તેવો તાલ જોવા મળ્યો છે. શહેરમાં ગેસની લાઈન નાંખવાની કામગીરી ચાલતી હોવાથી અનેક મુખ્ય અને શેરીના રસ્તા બિસ્માર બન્યા છે. તેવામાં છેલ્લા દોઢેક માસથી સરકારી જેટકો કંપની દ્વારા ૧૧ કેવીની વીજ લાઈન અન્ડરગ્રાઉન્ડ નાંખવા કામગીરી શરૂ કરી છે. આ કામગીરી અંતર્ગત ૮૦ ફૂટ રોડ, પોસ્ટ ઓફીસ રોડ, સલાટ સોસાયટી રોડ, લાબેલા રોડ, પાટણ દરવાજા, બંદરમાં રોડની સાઈડમાં ખોદી નાંખીને માટીના ઢગલા રોડ પર જ કરી દેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ કામગીરીના લીધે કોઈ અકસ્માત ન થાય તે માટે ભયસુચક દર્શાવતા બોર્ડ કે ખાડાની આસપાસ કોઈપણ જાતની આડશ ઉભી કરી નથી.
જેટકોની કામગીરી દરમ્યાન પચાસેક સ્થળોએ નગરપાલીકાની પાણીની લાઈન ડેમેજ કરી સમસ્યા સર્જી છે. આ કામગીરી અણઘડ રીતે થતી હોવાની વ્યાપક ફરીયાદો મળી રહી હોવાથી ગત તા.૧૦ ના રોજ નોટીસ પાઠવી કામગીરી નિયમો અનુસાર કરવા તાકીદ કરી હતી. તેમ છતાં જેટકોની કામગીરી કોઈ સુધાર ન થયો હોવાથી ફરી તા.૨૨ ના રોજ નોટીસ પાઠવી જેટકોને અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલીંગની કામગીરી બંધ કરવા સુચના આપવામાં આવી છે. આ કામગીરી અંગે જેટકોના અધિકારી લાખોત્રાનો સંપર્ક કરતા તેમણે કામગીરી મંજુરી મુજબ થાય છે અને નિયમ મુજબ ખાડા ખોદયા બાદ તેની ફરતે આડસ કરવાનું ન હોય તેમ જણાવેલ હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0