વાહનોમાં સ્વહસ્તે રેડિયમ સ્ટ્રીપ લગાડી કલેક્ટરે માર્ગ સલામતિ અંગે જાગૃતિ સંદેશ આપ્યો
વાહનોમાં સ્વહસ્તે રેડિયમ સ્ટ્રીપ લગાડી કલેક્ટરે માર્ગ સલામતિ અંગે જાગૃતિ સંદેશ આપ્યો
ગીર સોમનાથ જિલ્લામાં જાન્યુઆરી માસમાં ટ્રાફિક પોલીસ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટાવર પોલીસ ચોકી ખાતેથી માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો. હાલ વધી રહેલા અકસ્માતો ઘટાડવા નાગરિકોમા ટ્રાફિક અને વાહન ચલાવતી વખતે નિયમોના પાલન અંગે સ્વૈચ્છિક જાગૃતિ જરૂરી છે. ત્યારે ટ્રાફિક નિયમોના પાલન અને નાગરિકોની સલામતી માટે જાગૃતિ પર ભાર આપતા ડી.વાય.એસ.પી વી.પી.માનસેતાએ જણાવ્યું હતું કે, વાહન ચલાવતા સમયે યોગ્ય સૂચનાઓ અને સાઈન બોર્ડને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
માર્ગ સલામતિ માસ અંતર્ગત "દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો જોઈએ", "ઝડપ મર્યાદાની અંદર વાહન ચલાવવું", "નશાકારક પદાર્થોનું સેવન કરી વાહન ન ચલાવવું", "લાલ લાઈટને પાર કરવાનો દંડ", "માર્ગ સુરક્ષા વિશે બાળકોને સમજાવો, ભાવિ નાગરિકને સાચો રાહ બતાવો" તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરૉ એવો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરે સ્વહસ્તે વાહનોમાં રેડિયમ સ્ટ્રીપ લગાડી માર્ગ સલામતિ અંગે જાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો તેમજ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતા પેમ્પલેટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે, આર.ટી.ઓ વિભાગના અધિકારી વાય.જી.વાઘેલા, ઈન્સ્પેક્ટર એચ.એમ ગોહિલ, એન.જે.ગુજરાતી, ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટના જે બી મહેતા સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0