વીરભદ્રસિંહ ગોહિલ, કલ્પેશ સોલંકી, નિલેશ પરમાર, પ્રતાપસિંહ ચારણીયા, ધર્મેશ સોલંકી, રાજેશ સોલંકી અને જીગર બન્યા ઉનાનું ગર્વ
વીરભદ્રસિંહ ગોહિલ, કલ્પેશ સોલંકી, નિલેશ પરમાર, પ્રતાપસિંહ ચારણીયા, ધર્મેશ સોલંકી, રાજેશ સોલંકી અને જીગર બન્યા ઉનાનું ગર્વ
ઉનાની એચએમવી કોલેજના NCCના વિદ્યાર્થીઓ પેરા મિલેટરી ફોર્સમા પસંદગી પામ્યા છે જે સમગ્ર ઉના પંથક માટે ખુબ ગર્વની વાત છે.
તાજેતરમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પેરા મિલેટરી ફોર્સનુ પરિણામ જાહેર થયેલ જેમા ઉનાની એચએમવી કોલેજના એનસીસી વિભાગના સાત વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પેરા મિલેટરી ફોર્સમા પસંદગી પામનાર વિદ્યાર્થીઓમા વીરભદ્રસિંહ ગોહિલ, કલ્પેશ સોલંકી, નિલેશ પરમાર, પ્રતાપસિંહ ચારણીયા, ધર્મેશ સોલંકી, રાજેશ સોલંકી અને જીગર આ સિદ્ધિ મેળવનાર કેડેટસ માર્ગદર્શન એનસીસી ઓફિસર પી.એમ ધાંધલા અને પાસ થયેલ કેડેટસને 8 ગુજરાત બટાલિયન કર્નલ એસ પીલાય તેમજ કોલેજ ટ્રસ્ટી મંડળ તેમજ સ્ટાફ મેમ્બર્સએ અભિનંદન પાઠવી તેમની આ સિધ્ધિને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષ દરમ્યાન એચએમવી કોલેજના એનસીસી યુનિટના 39 વિદ્યાર્થીઓ આર્મી ફોર્સમાં જોડાયા તે એક મોટી સિધ્ધિ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0