૧,૨૪,૮૦૦ મીટર જમીનમાં આંબા, નાળિયેર, કેળાના બાગ બગીચા પર બુલડોઝર ફરી વળ્યું
૧,૨૪,૮૦૦ મીટર જમીનમાં આંબા, નાળિયેર, કેળાના બાગ બગીચા પર બુલડોઝર ફરી વળ્યું
ઊનાના સનખડા ગામે બીજા રાઉન્ડનું ડીમોલેશન શરૂ થયું છે અને ગૌચરની જમીનમા વર્ષોથી કબ્જો જમાવી વાવેલા આંબા, નાળિયેર, કેળાના બગીચા પર તંત્રએ બુલડોઝર ફેરવીને અંદાજીત ૧૦ કરોડની ૧,૨૪,૮૦૦ મીટર જમીન ખુલ્લી કરાવી નાખતા ગાયોનુ ચરણીયાણુ દબાવીને બેઠેલા લોકોમા ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા ગૌચરની જમીન દબાણો હટાવવાની પ્રકિયા શરૂ કરતા ઊના તાલુકાના ગ્રામિણ ક્ષેત્રોમાં વર્ષોથી સરકારી પડતર જમીન તેમજ ગૌચરની જમીનમાં આંબાવાડી તેમજ નાળિયેર, કેળાં જેવાં વૃક્ષોના બગીચા બનાવી લાખો રૂપિયાની વાર્ષિક આવક મેળવતા કહેવાતા ખેડૂતો સામે કાર્યવાહી કરવા ગ્રામપંચાયત દ્વારા જીલ્લા તાલુકા પંચાયતના અધિકારીને રજુઆત કરતા અને કાનુની પ્રકિયા પુણ કરી પોલીસ બંદોબસ્ત સાથે ગૌચર અને સરકારી જમીન ખુલ્લી કરાવવા તંત્ર દ્વારા ઝુંબેશ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.
પ્રથમ રાઉન્ડમાં ૪૫૦ વિધા જમીન ખુલ્લી કરાયા બાદ બીજા રાઉન્ડમાં બાકી રહેલી જમીન દબાણો હટાવવા ગ્રામપંચાયત દ્વારા કરાયેલી માંગણી બાદ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બંદોબસ્ત સાથે ૭૮ વિધા જમીનમાં ડીમોલેશન શરુ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ડીમોલેશન દરમ્યાન હજુ ૩૦૦ થી વધુ વિધા ગૌચરની જમીન પર દબાણો કરાયા હોવાથી બે દિવસ સુધી આ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે. સનખડા ગામનુ ગૌચર સંપૂર્ણ રીતે ખુલ્લુ કરાવી જમીનનો કબ્જો ગ્રામપંચાયતના હવાલે કરી દેવામાં આવશે અને ત્યાં પશુપાલકો, માલધારીને ગામના પશુઓને ચરણીયાણુ કરાવવા છુટ આપવામાં આવશે તેમજ હવે પછી કોઈ પ્રકારે દબાણો ન થાય તે માટે પંચાયતને તાકીદ કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવાયું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0