૧૮.૭૧ કરોડના ખર્ચે નિર્મિત ૯ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું
૧૮.૭૧ કરોડના ખર્ચે નિર્મિત ૯ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે ૧૮.૭૧ કરોડના ખર્ચે નિર્મિત ૯ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત પાણી પુરવઠા સુધારણા યોજના અન્વયે થયેલી કામગીરી અને પ્રગતિ હેઠળના કામોની વિગતો સંબધિત અધિકારીઓ પાસેથી મેળવી સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, થાનગઢ મામલતદાર, પાણી પુરવઠા સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0