ત્રણ ખાણોમાંથી ડેપ્યુટી કલેકટર અને મામલતદારે ટ્રક, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
ત્રણ ખાણોમાંથી ડેપ્યુટી કલેકટર અને મામલતદારે ટ્રક, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
માંગરોળ તાલુકાના દિવાસા ગામે પથ્થરની ખાણોમાં ડેપ્યુટી કલેકટર અને મામલતદાર માંગરોળના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ત્રણ ખાણો નવ મશીનો તેમજ ટ્રક, ટ્રેક્ટર સહિતનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી હોવાનુ અનેક વખત સામે આવ્યુ છે ત્યારે મોડીરાત્રે ડેપ્યુટી કલેકટર અને મામલતદાર માંગરોળની સંયુક્ત ટીમ દ્વારા દિવાસા ગામે રેડ કરતા 3 જેટલી પથ્થરની ખાણો તેમજ નવ જેટલા મશીનો અને ટ્રક, ટ્રેક્ટર સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ખાણ-ખનીજ વિભાગને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, માંગરોળ પંથકમાં હજુપણ શીલ સાગાવાડા સહિત અનેક વિસ્તારોમા પથ્થરની ખાણો ધમધમી રહી છે, જેમાં પણ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0