ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. જોકે, વરસાદ હજુ બંધ થવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે નવી આગાહી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે.