લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી રાત્રે દિલ્લી AIIMSની મુલાકાત લીધી હતી. રહુલ્ગન્ધીએ સારવાર માટે આવેલા દર્દીઓના અને તેમના પરિવારજનોને મળ્યા હતા
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી રાત્રે દિલ્લી AIIMSની મુલાકાત લીધી હતી. રહુલ્ગન્ધીએ સારવાર માટે આવેલા દર્દીઓના અને તેમના પરિવારજનોને મળ્યા હતા
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી રાત્રે દિલ્લી AIIMSની મુલાકાત લીધી હતી. રહુલ્ગન્ધીએ સારવાર માટે આવેલા દર્દીઓના અને તેમના પરિવારજનોને મળ્યા હતા. અહીં રાહુલે દર્દીઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. આ સાથે, તેમણે દર્દીઓને પડી રહેલી સમસ્યાઓ વિશે પણ પૂછ્યું. દર્દીઓ પ્રત્યે દાખવવામાં આવી રહેલી અસંવેદનશીલતા બદલ રાહુલે કેન્દ્ર અને દિલ્હી સરકારની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ મુલાકાત દરમ્યાનની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું કે બીમારીનો બોજ, કડકડતી ઠંડી અને સરકારની અસંવેદનશીલતા, આજે હું AIIMS ની બહાર દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યો, જેઓ દૂર-દૂરના વિસ્તારોમાંથી સારવાર માટે આવ્યા છે.
https://x.com/INCIndia/status/1879961043654398214
દિલ્હી ચૂંટણી વચ્ચે રાહુલની મુલાકાત ચર્ચામાં
રાહુલ ગાંધી સતત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય લોકો સાથે વાતચીત કરી શકે, આ પહેલા રાહુલે દિલ્હીમાં 100 વર્ષ જૂના કેવેન્ટર્સ સ્ટોરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્ટાફ અને ત્યાં હાજર લોકો સાથે વાત કરી.
આ પહેલા રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ રાજધાનીની મુલાકાત લેતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે ગંદકી બતાવતા કેજરીવાલ પર કટાક્ષ કર્યો અને કહ્યું, 'આ કેજરીવાલની ચમકતી દિલ્હી છે, પેરિસ જેવી દિલ્હી.'
રાહુલની આ બધી મુલાકાતોને દિલ્હીની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આના દ્વારા રાહુલ દિલ્હીના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0