મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સ્થિત શેગાંવ તહસીલના બોરગાંવ, કલવાડ અને હિંગણા ત્રણ ગામોમાં વિચિત્ર બીમારીએ ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, એકાએક મોટી સંખ્યામાં લોકોના વાળ ખરવા લાગ્યા છે
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સ્થિત શેગાંવ તહસીલના બોરગાંવ, કલવાડ અને હિંગણા ત્રણ ગામોમાં વિચિત્ર બીમારીએ ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, એકાએક મોટી સંખ્યામાં લોકોના વાળ ખરવા લાગ્યા છે
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સ્થિત શેગાંવ તહસીલના બોરગાંવ, કલવાડ અને હિંગણા ત્રણ ગામોમાં વિચિત્ર બીમારીએ ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, એકાએક મોટી સંખ્યામાં લોકોના વાળ ખરવા લાગ્યા છે, જેમાં પુરૂષો ઉપરાંત મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અહીં કેટલાક લોકોનાં એક અઠવાડિયામાં વાળ ખરી ગયા હતા. ગામમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે, વાળને હળવા હાથે ખેંચવાથી જ વાળ હાથમાં આવી જિયા છે.
આ વિચિત્ર સમસ્યાને કારણે આસપાસના તમામ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે લગભગ 50 લોકોની ઓળખ કરી છે જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે આ સંખ્યા હજુ વધી શકે છે. પ્રારંભિક તપાસમાં એવું માનવામાં આવે છે કે આ સમસ્યા દૂષિત પાણી અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાને કારણે હોઈ શકે છે.
ડોક્ટરોએ ગામના લોકોને કહ્યું છે કે જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ મામલાની તપાસ માટે પાણી, વાળ અને ચામડીના નમૂના લેવામાં આવ્યા છે.
શેગાંવના આરોગ્ય અધિકારી ડૉ. દીપાલી રાહીકરે, જે આરોગ્ય ટીમનો ભાગ હતા, તેમણે કહ્યું, 'આ દૂષિત પાણીને કારણે થઈ શકે છે. અમે પાણી અને અન્ય સેમ્પલ લીધા છે અને તપાસ બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
આ સમસ્યાનું સાચું કારણ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમ ગ્રામજનોને સાવચેત રહેવા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0