પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ જવા રવાના થયા છે. પીએમ મોદી આજથી થાઇલેન્ડના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી બેંગકોકમાં પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રા સાથે વાતચીત કરશે, જ્યાં વેપાર મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.