બાળકનું તેમના પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
બાળકનું તેમના પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક એમ.એફ.ચૌધરીએ બાળકો તેમજ વૃદ્ધો તેમના પરીવારથી વિખુટા પડી જવાના કિસ્સામાં તેમજ કોઇ અગવડ પડ્યે તાત્કાલીક મદદ કરવા સુચના થયેલ હોય જે અન્વયે કોડીનાર પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.આર.પટેલ સા.ની સુચના તેમજ પો.સબ.ઇન્સ કે.એમ.ચાવડા સા.ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો,સ્ટે.ના પો.હેડ.કોન્સ એ.પી.જાની તથા અભીજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ ભીખુશા બચુશા તથા હિંમતભાઇ આતુભાઇ નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન કોડીનાર બસ સ્ટેન્ડ પાસે ભયભીત હાલતમાં એક બાળક જોવા મળ્યું હતું. આથી તરત જ કોડીનાર પોલીસ સ્ટાફ તેમની પાસે પહોંચી આશ્વાસન આપી કીશોર(બાળક)ને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ આયુષ રમેશભાઇ રવજીભાઇ કવા (ઉ.વ.૧૬) રહે.રાજકોટ આજી ડેમ ચોકડી, અક્ષર સીટી કોમ્પ્લેક્ષ પાસે તા.જી.રાજકોટના રહેવાસી હોવાનું જણાવતા તાત્કાલિક તેમના પરીવારના સભ્યોનો ટેલીફોનિક સંપર્ક કરી કોડીનાર પો.સ્ટે. બોલાવવામાં આવ્યા હતા. બાળકના પરીવારના સભ્યો ત્યાં પહોંચતા તેઓને પુછતા સદર કિશોર(બાળક)ને અમુક સમયે માનસિક તણાવના કારણે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. બાળકનું તેમના પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0