મેશભાઈ જયાણીને વોર્ડ નં.૩ માં વિજયભવઃના આશીર્વાદ સાથે શુભેચ્છાનો વરસાદ
મેશભાઈ જયાણીને વોર્ડ નં.૩ માં વિજયભવઃના આશીર્વાદ સાથે શુભેચ્છાનો વરસાદ
સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટા ચુંટણી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર રમેશભાઈ જયાણીનું ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યું છે.
સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ૩ માં એક ઉમેદવારની ખાલી પડેલ જગ્યા પર પેટા ચુંટણી આ માસમાં યોજાશે ત્યારે ખાલી જગ્યા પર પેટા ચુંટણી વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તેમજ માજી કૃષિ મંત્રી ધીરૂભાઈ દુધવાળા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ ચુંટણી અધિકારી-વ- પ્રાંત અધિકારીને ઉમેદવાર રમેશભાઈ જયાણીનું ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તમામ ફ્રન્ટના આગેવાનો, કાર્યકર્તા તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને રમેશભાઈ જયાણીને આ વોર્ડ નંબર ૩ માંથી વિજયભવઃના આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0