ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 18' ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એ નામ છે કરણવીર મહેરા. જ્યારથી આ શોને ટોચના 6 ફાઇનલિસ્ટ મળ્યા છે
ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 18' ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એ નામ છે કરણવીર મહેરા. જ્યારથી આ શોને ટોચના 6 ફાઇનલિસ્ટ મળ્યા છે
ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 18' ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એ નામ છે કરણવીર મહેરા. જ્યારથી આ શોને ટોચના 6 ફાઇનલિસ્ટ મળ્યા છે, ત્યારથી આ શોનો ખિતાબ કોણ જીતશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે અને આ સીઝનનો વિજેતા આપણા બધાની સામે છે. શોના હોસ્ટ સલમાન ખાને કરણવીર મહેરાને વિજેતા અને વિવિયન ડીસેનાને ફર્સ્ટ રનર અપ જાહેર કર્યા.
'બિગ બોસ ૧૮'નો ગ્રાન્ડ ફિનાલે ૧૯ જાન્યુઆરીએ યોજાયો હતો. ટોચના 6 સ્પર્ધકોની સાથે, ફિનાલે પહેલા બહાર થઈ ગયેલા સ્પર્ધકોએ પણ ફાઇનલ એપિસોડમાં ભાગ લીધો હતો. 'બિગ બોસ ૧૮'નો ખિતાબ જીત્યા બાદ, કરણવીર મહેરાને ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાની રોકડ ઈનામી રકમ મળી.
‘આ શોમાં 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વચ્ચે કેટલીક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ હતી. જોકે, બધાને પાછળ છોડીને, વિવિયન ડીસેના, કરણવીર મહેરા, અવિનાશ મિશ્રા, રજત દલાલ, ચુમ દારંગ અને ઇશા સિંહે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ 6 માંથી, કરણવીર મહેરાએ આ શોનો ખિતાબ જીત્યો. આ શોએ 15 અઠવાડિયા સુધી લોકોનું મનોરંજન કર્યું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0