આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે.
આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે.
આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે. ત્યારે રાત્રે ૧૨ કલાકને એક મિનિટે ઠેર-ઠેર મટકી ફોડી કાનાના જન્મને વધાવવામાં આવશે.
મુંબઈ ખાતે મોટા પ્રમાણમાં મટકી ફોડ નો કાર્યક્રમ હોય છે. ત્યારે આ વર્ષે રાજકોટ મહાપાલિકા દ્વારા પણ અલગ-અલગ વિસ્તારોમાં મટકી ફોડ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવતા ૫૩ સ્થળે સ્પર્ધા યોજાશે અને તેમાંથી ટોપ-૫ સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ અંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ૧૪ વોર્ડમાં ૫૩ સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ મટકી ફોડ સ્પર્ધામાં જય મચ્છો યુવા ગ્રુપ, મુરલીધર યુવા ગ્રુપ, માલધારી યુવા ગ્રુપ, કૃષ્ણ ચંદ્ર યુવા ગ્રુપ, જય ઠાકર, રાણીમા રૂડીમા, જય દ્વારકાધીશ, શ્રી જય મહાવીર હનુમાન, ચક્રધારી વાસુદેવ, મચ્છો મા, બાપા સીતારામ, ગોપનાથ મિત્રમંડળ, નંદકિશોર ગ્રુપ સહિતના ગ્રુપ્સ ભાગ લેશે. એકંદરે શહેરના ૧૮માંથી ૧૪ વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. મટકી ફોડ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સુશોભન, ગ્રુપ ડ્રેસ કોડ, સાઉન્ડ, પરંપરાગત / સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામા આવશે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0