મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો.
મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો.
મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોગુસ્સે ભરાયેલી ભીડ ટ્રેનના એન્જિન પર પથ્થરમારો કરી રહી છે અને લોકો પાઈલટ સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનના એન્જિન પાસે એકઠા થઈ ગયા છે અને સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ટ્રેન મોડી પડવાથી મુસાફરો ખૂબ જ પરેશાન હતા અને તેમનો ગુસ્સો હોબાળામાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન એન્જિનનો કાચ પણ તૂટી ગયો હતો. જેના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની હતી. મામલાની ગંભીરતાને જોઈને પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનએ તાત્કાલિક પગલાં લીધા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સે આ મામલાની તપાસ શરૂ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ રેલવે પ્રશાસન પણ તપાસ કરી રહ્યું છે.
ઘટનાની તપાસનો આદેશ
પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સાયબર નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. રેલવે પ્રશાસન એ પણ ધ્યાન રાખશે કે મુસાફરોને તેમની મુસાફરીમાં વધુ અસુવિધાનો સામનો કરવો ન પડે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0