ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર રોડની સાઇડમાં ઉભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં છે અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. 6 લોકોના મોત થયાં હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ અકસ્માતની જાણ થતાં આજુ બાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને એબ્લ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
જયશ્રીબેન નકુમ 38 ગામ.વાઘાનગર
ખુશિબેન કલ્પેશભાઈ બારૈયા 08, ગામ-મોરાંગી
છગનભાઈ કાળાભાઈ બલદાનિયા,45 ગામ-રસુલપરા
ચતુરાબેન મધુભાઈ હડિયા
તમન્ના ભરતભાઈ કવાડ ઉ. 4
ગોવિંદ ભરતભાઈ કવાડ ઉ. 7
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0