છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઇ ગઇ હતી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઇ ગઇ હતી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઇ ગઇ હતી. આ અકસ્માતમાં જેમાં 13 લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં 9 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
રાયપુરમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક લોકોથી ભરેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. આ સાથે 12 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં તમામ મહિલાઓ અને બાળકો છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે ચતૌડ ગામના કેટલાક લોકો છઠી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, તેઓ ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રાયપુર-બાલોદાબજાર રોડ નજીક આ અકસ્માત થયો. આ ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે. અન્ય 12 લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."
એસપીએ જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા લોકો એક નાના ટ્રકમાં પાછા ફરી રહ્યા હતા. ઘાયલોની સારવાર રાયપુરની ડૉ. બી.આર. આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0