દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુરુવારે દિલ્હીના શાહદરામાં ફાયરિંગ થયું હતું. આ ગોળીબારમાં બે શખ્સોએ 40 વર્ષીય વ્યક્તિ અને તેના ભત્રીજાને ગોળી મારી દીધી હતી
દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુરુવારે દિલ્હીના શાહદરામાં ફાયરિંગ થયું હતું. આ ગોળીબારમાં બે શખ્સોએ 40 વર્ષીય વ્યક્તિ અને તેના ભત્રીજાને ગોળી મારી દીધી હતી
દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુરુવારે દિલ્હીના શાહદરામાં ફાયરિંગ થયું હતું. આ ગોળીબારમાં બે શખ્સોએ 40 વર્ષીય વ્યક્તિ અને તેના ભત્રીજાને ગોળી મારી દીધી હતી, જ્યારે વ્યક્તિનો પુત્ર ગોળીથી ઘાયલ થયો હતો. એક અધિકારીએ માહિતી આપી હતી કે આ ઘટનામાં આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્મા (16)નું મૃત્યુ થયું હતું જ્યારે ક્રિશ શર્મા (10) ગોળીથી ઘાયલ થયા હતા.
અધિકારીએ જણાવ્યું કે પીડિત લોકો શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ 8 વાગ્યે તેમના પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પીસીઆર કોલ આવ્યો ત્યારે પોલીસની એક ટીમ આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી.
કેવી રીતે થયું ફાયરિંગ?
ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે આરોપીએ ગોળી મારતા પહેલા આકાશ શર્માના પગને સ્પર્શ કર્યો હતો અને પછી તેના પર હુમલો કર્યો હતો. આકાશ શર્મા પાસે ઉભેલા તેમના પુત્ર ક્રિશ અને ભત્રીજા ઋષભને પણ ગોળી વાગી હતી. બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અધિકારીએ જણાવ્યું કે આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે ક્રિશ શર્માની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે હાલમાં આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાય છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે ડીસીપી પ્રશાંત ગૌતમે જણાવ્યું કે, આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમને માહિતી મળી હતી કે ફરશ બજાર વિસ્તારમાં ગોળીઓ ચલાવવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જાણવા મળ્યું છે કે આ ઘટનામાં 3 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 2, આકાશ અને તેના ભત્રીજા રિષભના મોત થયા છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0