કોડીનારમાં અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સમુહ શાદી સમારોહ યોજાયો હતો.
કોડીનારમાં અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સમુહ શાદી સમારોહ યોજાયો હતો.
કોડીનારમાં અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સમુહ શાદી સમારોહ યોજાયો હતો. આ ખુશીના અવસરે ૨૧ દુલ્હા-દુલ્હનને નેક દુઆથી નવાજવા કચ્છ મુસ્લીમ સમાજના અગ્રણી જનાબ હાજી જુમ્મા રાયમા, સૈયદ એજાજબાપુ કાદરી (જુનાગઢ), સૈયદ હાજી રફીકબાપુ કાદરી , જનાબ યુસુફભાઈ બાસઠીયા, દિનુભાઈ સોલંકી પુર્વ સાસંદ જુનાગઢ જિલ્લા, શિવાભાઈ સોલંકી-પુર્વ નગર પાલીકા પ્રમુખ-કોડીનાર, સુભાષભાઈ ડોડીયા - નગર પાલીકા પ્રમુખ - કોડીનાર, ભગુભાઈ પરમા ર- અગ્રણી કોડીનાર, અજયભાઈ પરમાર-શહેર પ્રમુખ ભાજપ, હરિભાઈ વિઠ્ઠલાણી-કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, જનાબ ઇમ્તીયાઝભાઈ પઠાણ- (ગુજરાત મુસ્લીમ એકતા મંચ-પ્રમુખ) મેર- કોડીનાર કોળી સમાજ અગ્રણી, પી. એસ. ડોડીયા - યુનિયન બેંક ચેરમેન કોડીનાર, લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જીશાનભાઇ નકવી, હાજી રફીક ભાઈ જુણેજા, હાજી બાપુ પટેલ એહમદ બાધર બેલીમ, માહીર ખાન પઠાણ, ઈકબાલ ખાન, સંજર બાપુ કાદરી, અવેસ બાપુ કાદરી મહેંદીભાઈ નકવી ઈન્ડિયા સ્ટોર ફારુકભાઈ સહિતના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ સમુહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી 21 જોડાને 78 પ્રકારની વિવિધ આઈટમો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમજ સરકારી યોજનાઓ દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ તથા સાત ફેરા સમૂહ લગ્ન જેવા લાભો અપાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0