વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી.
વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી.
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી. એકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે. જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગતો મળી છે.
અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0