ઉમા ક્લિનિક ચલાવતા રાકેશ હિંગરાજીયા પાસે ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની જિંદગી જોખમમાં મુકતા ૨૫,૦૯૦ ના મુદામાલ સાથે ઘોડા ડોક્ટરને પકડી પાડ્યો
ઉમા ક્લિનિક ચલાવતા રાકેશ હિંગરાજીયા પાસે ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની જિંદગી જોખમમાં મુકતા ૨૫,૦૯૦ ના મુદામાલ સાથે ઘોડા ડોક્ટરને પકડી પાડ્યો
કેશોદના અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતાં ડૉ.અમીત ધીરજલાલ વણપરીયા, MBBS મેડીકલ ઓફીસરને કેશોદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેલિફોનિક સુચના આપી કેશોદના કરેણી ગામે ઉમા કલીનીક નામના બોર્ડ વાળા દવાખાનામાં રાકેશભાઇ ભગવાનજીભાઇ હિંગરાજીયા (ઉ.વ.૩૮) રહે. આંબાવાડી રાજધાની હોટલ પર બ્લોક નં.૩૦૪ કેશોદવાળા કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન કે ડીગ્રી વગર દવાખાનું ચલાવતાં હોવાની ફરિયાદ હેઠળ કેશોદ પોલીસ સાથે જવાનું જણાવ્યું હતું.
કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર જે આર વાઝા એએસઆઈ બી એન ગરચર પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયા, જયદીપસિંહ રામભાઈ સિસોદિયા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ હીરાભાઈ ચાવડા કરેણી ગામે માહિતી વાળા સ્થળે જતા ઉમા કલીનીક ડૉક્ટર નિકુંજ લાડાણી લખેલું હતું. અંદર તપાસ કરતાં એક શખ્સ દરદીને તપાસી રહ્યા હતા. જેની પુછપરછ કરતાં પોતાનું નામ રાકેશભાઇ ભગવાનજીભાઇ હિંગરાજીયા હોવાનું જણાવ્યું હતું તેમજ ડીગ્રી ન હોવા છતાં દર્દીઓને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી ખોટા નામની ઠગાઇ કરી, બીજાઓની જીંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મુકે તેવુ કૃત્ય કરી, દવાખાનું ચલાવી મળી આવતાં તેના દવાખાનામાંથી એલોપેથીક જુદી-જુદી કંપનીની દવાઓની તથા મેડીકલ પ્રેકટીશના સાધનો મળી કુલ રૂ.૨૫,૦૯૦ ના મુદામાલ સાથે મળી આવતાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૯(૨), ૧૨૫, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ બી એન ગરચર ચલાવી રહ્યાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0