સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીના મામલામાં કડક ટીપ્પણી કરી છે, જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે કેસની સુનાવણી કરતા કહ્યું છે કે ફોજદારી કાયદામાં આરોપી વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી કેવી રીતે થઈ શકે? કોર્ટે કહ્યું છે કે જો કોઈને દોષિત જાહેર કરવામાં આવે તો પણ તેની સામે બુલડોઝરની કાર્યવાહી ન થઈ શકે, તે કાયદાની વિરુદ્ધ છે.