રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.