આરોગ્યતંત્રની ઘોર બેદરકારી, સિવીલ હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખાલી
આરોગ્યતંત્રની ઘોર બેદરકારી, સિવીલ હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખાલી
ગોંડલના રાજમાર્ગોથી લઇ શેરી-ગલીઓમાં બેફામ બનેલા કુતરાઓએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 25 દિવસમાં 352 લોકોને કરડી ખાધા છે. તેમાંથી 65 લોકો તો હડકાયા કુતરાનો શિકાર બન્યા છે. આ સાથે જ આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ કુતરાઓ જ્યાં ત્યાં લોકોને બાચકા ભરી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ખલાસ થઇ જતા લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. તો કુતરાઓના ત્રાસવાદ સામે સરકારના એનિમલ એક્ટને કારણે કુતરા પકડી શકતા નથી તેમ કહી નગરપાલિકા છટકબારી શોધી લીધી છે. ત્યારે હવે ગોંડલની જનતા રામભરોસે મુકાઈ છે.
કુતરાઓ કરડવાનાં કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે પરંતુ હોસ્પિટલમાં ડોગબાઇટની રસી જ નથી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડે આ અંગે આરોગ્યમંત્રીને ટેલીફોનિક રજુઆત કરતા ત્યાંથી જવાબ મળ્યો હતો કે, "આ રસી જેતપુર અથવા લોજીસ્ટીક અને સ્ટોર સય્લાય નરોડાથી મંગાવી લ્યો".
જો કે, જેતપુર હોસ્પિટલથી બેથી ત્રણ વખત રસી મંગાવી હતી એમ છતાં રોજબરોજ વધતા કેસ સામે આ રસીનો સ્ટોક પૂરતો ન હોવાથી બંધીયા ગામનાં મહીપાલસિહ વાઘેલાને હડકાયુ કુતરુ કરડતા હોસ્પિટલમાં રસી ન હોવાથી લાચાર બન્યા હતા. આખરે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જેતપુરથી રસીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ ગોંડલ તંત્ર જનતાને ડોગબાઇટમાંથી બચાવવા અને રસી પુરી પાડવામાં વામણું પુરવાર થયુ છે અને દિવસે ને દિવસે કુતરાઓ ભુરાયા બની આતંક મચાવી રહ્યા છે. ત્યારે લોકોમાં નગરપાલિકા તંત્ર સામે રોષ ફેલાયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0