હત્યાને અકસ્માતમાં ખપવવા બારીમાંથી નીચે પડી ગઈહોવાની સ્ટોરી ઘડી, પીએમમાં ભાંડો ફૂટ્યો
હત્યાને અકસ્માતમાં ખપવવા બારીમાંથી નીચે પડી ગઈહોવાની સ્ટોરી ઘડી, પીએમમાં ભાંડો ફૂટ્યો
આડાસબંધોના લીધે અનેક પરિવારના માળા વેરવિખેર થયા છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એવો જ એક બનાવ મોરબીમાં બન્યો છે. મોરબી નજીક જાંબુડિયા ગામ પાસે આવેલા ઓલવિન સિરામિકમાં થયેલી હત્યા સંદર્ભે મૃતક પાયલના પિતા અર્જુનસિંહ મોડાજી નાયકની ફરિયાદ નોંધી પોલીસે મૃતકના પતિ રાહુલ રોડુલાલ નાયક અને તેની પ્રેમિકા રેવાલી (રહે. બંને હાલ ઓલવીન સિરામિક લેબર કવાર્ટર-જાંબુડીયા) સામે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે.
જો કે, આરોપીઓએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જેમાં મહિલાને ઉલ્ટી થતી હતી ત્યારે, તે ક્વાર્ટરના ઉપરના માળેથી નીચે પડી જતાં તેનું મોત થયું છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ માટે લાશને દોરડા વડે બાંધીને બારીમાંથી નીચે ઉતારી હતી. ત્યાર બાદ વહેલી સવારે તેની પત્નીનું મોત નીપજ્યું છે તેવી સ્ટોરી ઘડી કાઢી હતી.
જો કે, મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું ત્યારે, તેના શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા અને તેને ગળેટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપીઓએ પાયલની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. તાલુકા પોલીસમાંથી મળતી વિગત મુજબ, પકડાયેલા બે આરોપી પૈકી મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરવામાં આવી છે તેમજ રાહુલ નાયકને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0