ભારે આક્રોશ સાથે ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી ઊના-દીવમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન
ભારે આક્રોશ સાથે ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી ઊના-દીવમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન
નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છ ભારત સમુદ્ર ભારત" ના મીશનને સફળ બનાવવા ગુજરાતના સમુદ્રને પ્રદુષણ મુક્ત બનાવવાની વાતનો જાણે છેદ ઉડી ગયો હોય તેમ ૧૬૦૦ કિ મી લાંબા દરિયાકાંઠા પર આજીવિકા મેળવતાં મચ્છી ઉધોગની કમર તુટી જાય તેવા પ્રયાસ થતાં હોય તેમ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામા ચાલતા ટેક્ષટાઈલ ઉદ્યોગના ઝેરી કેમિકલ પ્રદુષિત પાણી પોરબંદરના સમુદ્રમા ઠાલવવાની યોજના મુકતા સમગ્ર સૌરાષ્ટ્રના માછીમાર સમાજ ઊકળી ઊઠ્યો છે. ભારે આક્રોશ સાથે ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી સેંકડોની સંખ્યામાં ઊના-દીવ પંથકમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર ગુજરાતના સાગરકાંઠા વિસ્તારમાં ખારવા, કોળી, મુસ્લિમ સમાજના હજારોની સંખ્યામાં ફિશીંગ બોટ ધરાવતાં માછીમાર સમાજ હાલ દરિયાઈ સીમામાં મચ્છીનું ઊત્પાદન ધટી જતાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે અને પૂરતા પ્રમાણમાં ફીશ નહી મળતાં બોટ ચલાવવી પણ મુશ્કેલ બની છે. દીન પ્રતિદિન બંદરો પરનો માછીમારી ઉધોગ ભાંગી રહ્યો છે. જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળે તે માટે માછીમારોનો રોજીરોટી છીનવવી એ તો એકને ગોળ અને એકને ખોળ આપવા જેવું છે. હાલ તો આ મુદ્દો માછીમાર માટે ચિંતાજનક છે.
પોરબંદરના દરીયા કાંઠે જેતપુર પ્રિન્ટીંગ તેમજ ડાઈંગ એકમોનુ ગંદુ, ઝેરી કેમીકલયુક્ત પાણી ઠાલવવાની સરકાર દ્વારા મંજુરી આપવામા આવેલ છે. જેથી પોરબંદર, માંગરોળ, દ્વારકા, ઓખા, સોમનાથ કોટડા, વણાંક બારા, દીવ, ધોધલા, નવાબંદર, સૈયદ રાજપરા, જાફરાબાદ અને છેક ભાવનગર વલસાડ સુધીના સમગ્ર ગુજરાતનો સમુદ્ર કિનારો કેમીકલયુક્ત બનવાથી માછલીઓનુ મૃત્યુ થશે અને માછીમારોનો વ્યવસાય મૃત:પાય થવાથી લાખો સાગરપુત્ર માછીમાર પરિવારો બેકાર બેહાલ થઈ જશે. સાથે જ અનેક જીવસૃષ્ટી પણ નાશ પામશે તથા સમુદ્રની મચ્છી પ્રદુષિત થવાથી માનવ જીંદગીના આરોગ્યને પણ હાની પહોંચશે. દેશ-વિદેશમાં થતી એક્સપોર્ટ થતી મચ્છી બંધ થતા જ અબજો રૂપિયાનુ હુંડિયામણ ગુમાવવાનો સમય આવી જશે. ત્યારે જેતપુર ઉદ્યોગને થતા એક ફાયદા માટે શું સરકાર બાકીના બધા નુકસાનને અવગણી રહી છે તેવો માછીમારોમાં શૂર ઉઠ્યો છે.
જેનો માછીમાર સમાજના અગ્રણીઓએ વિરોધ કરી ઉના મામલતદાર તેમજ દીવ કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર યોજના અંગે વિચારણા કરવા રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભૂતકાળમાં જ અમેરિકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ઉણપને લીધે ગુજરાત દરિયાઈ પટ્ટી પર જોવા મળતા કાચબા પર થતી માઠી અસરને ધ્યાને લઈ રાજ્યમાથી નિકાસ થતી માછલીઓ, મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઊપરાંત ડોલ્ફિન જેવી અનેક પ્રજાતિના સજીવો પણ આ વિસ્તારમાં જોવા મળે છે. જેને પણ નુકસાન થઇ રહ્યું છે. આ તકે, ધોધલા, દીવ, વણાંક બારાના વિવિધ બોટ એસો. તેમજ કલ્યાણ એસો. કોળી સમાજ, મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં બોટ માલીકો મહિલાઓ સહીતના લોકોએ દીવ કલેકટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
મત્સ્યોદ્યોગ મંત્રાલય સમક્ષ એહવાલ મોકલાશે: દિવ કલેકટર
મોટાપાયે માછીમારોએ આ યોજનાના વિરોધમાં દીવ કલેક્ટરને આવેદન આપ્યું હતું ત્યારે દીવ કલેકટર દ્વારા માછીમાર આગેવાનોની રજુઆત લાગણીને ધ્યાનમા લેતા જણાવ્યું હતું કે, દીવના ૩૦ ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમાર હોય દરીયો પ્રદુષિત થતો અટકાવવા પ્રદુષણ પાણીનો પ્રશ્ન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ માછીમારની લાગણી રજુ કરતો એહવાલ મોકલાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0